(એજન્સી) તા.૩૦
કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ સોમવારે કહ્યું હતું કે, ભાજપ કર્ણાટકની આગામી પેટાચૂંંટણી માટે બધા ગેરલાયક ઠરેલા ઉમેદવારોને ટિકિટ આપશે. શિકારીપુરમાં પત્રકારો સાથે વાત કરતી વખતે યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, આ ધારાસભ્યોના રાજીનામાને કારણે જ ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવી શકી છે. તેમણે આ પણ કહ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પણ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સોમવારે ભાજપ નેતા ઉમેશ કાટ્ટીએ કહ્યું હતું કે, ભાજપ ગેરલાયક ઠરેલા કોઈપણ ધારાસભ્યને ટિકિટ નહીં આપે. આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ મુદ્દે કોઈ મૂંઝવણ નથી અને ભાજપ ગેરલાયક ધારાસભ્યોને ટિકિટ આપશે.
‘કર્ણાટક પેટાચૂંટણીમાં ભાજપ બધા ગેરલાયક ઠરેલા ઉમેદવારોને ટિકિટ આપશે’ : યેદિયુરપ્પા

Recent Comments