(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યા અનુસાર તે ર૦૦ રૂપિયાની નોટ રપ ઓગસ્ટ એટલે કે શુક્રવારે જારી કરવા જઈ રહી છે. મહાત્મા ગાંધી (ન્યુ) સીરિઝ હેઠળ આ નોટને જારી કરવામાં આવશે. આ આરબીઆઈના કેટલાક પસંદ કરેલા કાર્યાલયો અને કેટલીક બેંકોમાં જ જારી કરવામાં આવશે. આરબીઆઈએ આ નોટનું સેમ્પલ જારી કરતાં તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતોની પણ જાણકારી આપી. તજજ્ઞોનું કહેવું છે કે, ર૦૦ રૂપિયાની નોટ આવી જવાથી લેવડ-દેવડ સરળ બની જશે. તાજેતરમાં જ સરકારે રર વર્ષના વિરામ બાદ એક રૂપિયાની નોટને પણ ફરીથી જારી કરવાનો નિર્ણય કર્યો હતો. એક રૂપિયાની નોટને વર્ષ ૧૯૯૯માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બે રૂપિયા તથા પાંચ રૂપિયાની નોટને પણ બંધ કરી દેવામાં આવી હતી જેથી પ્રિન્ટિંગ પ્રેસોમાં મોટી રકમની નવી નોટો છાપી શકાય.
રૂપિયા ર૦૦ની નોટની આ છે વિશેષતાઓ :
૧. રૂપિયા ર૦૦ની નવી નોટની સાઈઝ ૬૬ એમએમ ટ ૧૪૬ એમ.એમ. છે.
ર. આ નોટનો રંગ પીળો છે.
૩. ર૦૦ રૂપિયાની આ નવી નોટ પર સાંચીના સ્તુપની આ કૃતિ છાપવામાં આવી છે કે જે ભારતના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.
૪. આ નોટમાં મહાત્મા ગાંધીની તસવીર વચ્ચોવચ છે તથા રૂપિયા ર૦૦ના અંકને રંગ બદલાતી શાહીથી લખવામાં આવેલ છે.
પ. ‘ભારત’ અને ‘આરબીઆઈ’ લખેલો સુરક્ષાનો તાર પણ તેમાં જોવા મળી રહ્યો છે તથા આ નોટને જ્યારે વાળવામાં આવશે ત્યારે તેના તારનો રંગ લીલામાંથી વાદળી રંગ બદલતો જોવા મળશે.
૬. દ્રષ્ટિહીન લોકો માટે મહાત્મા ગાંધી અને અશોક સ્તંભની આકૃતિને ઉપસાવવામાં આવી છે.
૭. નવી નોટમાં સ્વચ્છ ભારત અભિયાનનો લોગો પણ છે.
૮. નાણા મંત્રાલયે જણાવ્યા અનુસાર ઈતિહાસમાં પહેલીવાર રૂપિયા ર૦૦ની નોટ છાપવાની મંજૂરી વડાપ્રધાન કાર્યાલયમાંથી મળી ચૂકી છે.
૯. આ પહેલાં નાણાંકીય લેવડ-દેવડને સરળ બનાવવા માટે રૂા.ર૦૦૦ અને રૂા.પ૦૦ની નવી નોટો જારી કરવામાં આવી હતી.
૧૦. રૂા.ર૦૦૦ને કારણે લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તે આ નવી બહાર પાડવામાં આવેલી રૂપિયા ર૦૦ની નોટથી દૂર થઈ જશે તેમ સરકારે જણાવ્યું હતું.
પીળા રંગની રૂપિયા ર૦૦ની નવી નોટો આજથી બહાર પડાશે : ૧૦ વિશેષતાઓ

Recent Comments