(એજન્સી) એડન, તા.ર૮
રવિવારે સુરક્ષા અધિકારીએ જણાવ્યા મુજબ દક્ષિણી યમનમાં કથિત રીતે અલ-કાયદા સાથે સંડોવાયેલા સાત શંકાસ્પદ વ્યક્તિ પર ડ્રોન હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. યમનના ઘાતકી ડ્રોનનો પ્રયોગ માત્ર અમેરિકાની સેના કરે છે.
અધિકારીએ જણાવ્યું કે, સંભવતઃ અમેરિકી ડ્રોન હુમલામાં ત્રણ વાહનોને નિશાન બનાવાયા હતા. જેમાં શકમંદ જિહાદી હતા.
લહજના દક્ષિણી વિસ્તારમાં અલ-કાયદાના કથિત સ્થાનિય આગેવાન અને એક પોલીસ અધિકારીનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું. સુરક્ષા દળો દ્વારા આ કથિત આતંકવાદીને ગિરફતાર કરવાના હેતુથી તેનાો ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો પરંતુ ગોળીબારમાં તે મૃત્યુ પામ્યો હતો. અરબ દ્વીપ પર અલ-કાયદા (છઊછઁ) વિરૂદ્ધની લડત ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ વધુ તીવ્ર બની છે. અલ-કાયદાના વિરોધી આતંકી પક્ષ દાઈશ દ્વારા પણ દેશમાં કેટલાક ઘાતક હુમલા કરવામાં આવ્યા છે પરંતુ અમેરિકાએ દાવો કર્યો છે કે, તેને ડઝનબંધ દાઈશ અનુયાયીઓને ઠાર માર્યા છે.