(એજન્સી) યમન, તા.ર૧
અધિકારો અને સ્વતંત્રતા માટે કામ કરતી સંસ્થાએ જણાવ્યા અનુસાર યમનમાં નાગરિકો વિરૂદ્ધ ગત મહિને માનવ અધિકારોનું સેંકડો વખત ઉલ્લંઘન થયું છે. તેમાં ન્યાયિક હત્યા, શારીરિક શોષણ, પ્રેસ સ્વતંત્રતાનું ઉલ્લંઘન, મનસ્વી અટકાયતો, સંપત્તિ જપ્ત કરવી, બળજબરીપૂર્વક વિસ્થાપન અને અત્યાચાર વગેરેનો સમાવેશ થાય છે.
ઈરાનીયન સમર્થિત હૌથી લડાકુઓ સાથે સંબંધિત આશરે પ૦૦ ઉલ્લંઘન થયા હતા. નોંધાયેલા તમામ ઉલ્લંઘનોમાંથી પ૪૧ ઉલ્લંઘનો માટે હૌથી-સલેહ મિલિટિયા જવાબદાર છે.
આરબ ગઠબંધનના ૧૧૧ હવાઈ હુમલા, કાયદેસરની સરકારને પ્રામાણિક સમૂહો દ્વારા અને તાઈઝ તથા આદેન આ ઉપરાંત હૌથી દ્વારા હજારો નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. જોઈન્ટ ઈન્સીડેન્ટ્‌સ એસેસમેન્ટ ટીમ (જીઆઈઆઈટી)ના પ્રવક્તાએ દાવો કર્યો કે, ગઠબંધન યુદ્ધના આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે. તેમ છતાં યમનમાં લોકોની હત્યા કરે છે. રિયાધ ખાતેની પત્રકાર પરિષદમાં મન્સૌર અહેમદ અલ-મન્સૌરે જણાવ્યું કે, જીઆઈએટીએ સૈન્ય કાર્યવાહીના તમામ દાવાઓની પુષ્ટિ કરી હતી. જાન્યુઆરી ર૦૧૭માં હ્યુમન રાઈટ્‌સ વોચે જેઆઈએટીને પત્ર લખીને સઉદીની આગેવાની હેઠળનું ગઠબંધન પારદર્શકતા, નિષ્પક્ષતા અને સ્વતંત્રતા અંગેના તમામ આંતરરાષ્ટ્રીય માપદંડો પર ખરું ઉતરવામાં નિષ્ફળ રહ્યું હતું તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી.