અમદાવાદ, તા.૨૦
વિશ્વ યોગ દિને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આ જાહેરાતના અનુસંધાનમાં યોગ બોર્ડના અધ્યક્ષ સહિત સભ્યોની નિમણૂક કરી છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવમાં જણાવાયાનુસાર આ બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શીશપાલ શોભરામ રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે.
૨૧ જૂન વિશ્વયોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ અને કમિશનરનો સમાવેશ થયેલો છે.