(એજન્સી) કરીમનગર, તા.૬
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો લોકોની ભાવનાઓનું સન્માન કરી હૈદરાબાદનું નામ ભાગ્યનગર અને કરીમનગરનું નામ કરીમપુર કરાશે. બોધનનગરમાં ચૂંટણી રેલીને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે જે રીતે ફેજલાબાદનું નામ અયોધ્યા અને અલ્હાબાદનું નામ પ્રયાગનગર કરાશે. ભાજપ માત્ર આ કામ કરી શકશે. કારણ કે ભાજપ તમારી સંસ્કૃતિ પરંપરાઓ વિરાસત અને પૂર્વજોનું સન્માન કરે છે. તેથી ભાજપની જરૂર છે. તે માટે ભાજપના ઉમેદવારોને ચૂંટવા પડશે. તેલંગાણા ભાજપના નેતા ટી.રાજાએ કહ્યું છે કે ભાજપ જો સત્તામાં આવશે તો રાજ્યના શહેરોના નામ મહાપુરૂષોના નામથી રખાશે. ભાજપે મોગલસરાઈ જંકશનનું નામ પંડિત દિનદયાળ જંકશન કર્યું છે.
યોગી આદિત્યનાથે રેલીઓ યોજી ઓવૈસીને નિશાના પર લીધા હતા. ભાજપ સત્તા પર આવશે તો નિઝામની માફક ઓવૈસી પણ દેશ છોડી ચાલ્યા જશે. નીઝામ દેશમાંથી ભાગયા ન હતા. પરંતુ તેમના રાજ્ય પ્રમુખ બનાવાયા હતા.