(એજન્સી) લખનૌ, તા.૧૮
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં ૧૦ ટકા સવર્ણ અનામતને પરવાનગી આપી દીધી છે. સરકારે આર્થિક રીતે નબળા વર્ગ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં કેન્દ્ર સરકાર દ્વારા આપેલી અનામતને લાગુ કરે છે. રાજ્યમાં સવર્ણ અનામત ૧૪ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતે સૌપ્રથમ ૧૦ ટકા સવર્ણ અનામતને પરવાનગી આપી હતી. ત્યારબાદ ઝારખંડે પણ પોતાને ત્યાં જનરલ કોટા લાગુ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આર્થિક રીતે પછાત એવા સામાન્ય વર્ગ પરિવાર આ અનામતના હકદાર હશે. જેમની વાર્ષિક આવક ૮ લાખ રૂપિયાથી ઓછી હશે. જેનું ઘર ૧૦૦૦ ચોરસ ફૂટથી ઓછા ક્ષેત્રફળનું હોય, જો ઘર નગરપાલિકામાં હશે તો પ્લોટનો આકાર ૧૦૦ યાર્ડથી ઓછો હોવો જોઈએ અને જો ઘર બીન નગરપાલિકાવાળા શહેરી વિસ્તારમાં હશે તો પ્લોટનો આકાર ર૦૦ યાર્ડથી ઓછો હોવો જોઈએ. આ અનામત અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોને મળી રહેલા અનામતની પ૦ ટકા સીમાની અંદર છે. તેનો અર્થ એ છે કે, સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે અનામત લાગુ થઈ જવા પર આ આંકડો વધીને પ૦ ટકા થઈ ગયો છે.