(એજન્સી) લખનૌ, તા. ૧૫
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એમ કહીને ફરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે કે, મોગલ સમ્રાટ અકબર મહાન નહોતા પરંતુ ૧૬ સદીના મેવાળના રાજા મહારાણા પ્રતાપ જ મહાન હતા. મહારાણા પ્રતાપની જયંતિ પ્રસંગે આરએસએસના કાર્યક્રમમાં સભાને સંબોધતા યોગીએ જણાવ્યું હતું કે, અકબરે મહારાણા પ્રતાપને બાદશાહ તરીકે કબૂલ કરવા કહ્યું હતું અને ત્યારબાદ તેઓ તેમના સામ્રાજ્યમાં દખલ નહીં કરે. મહારાણા પ્રતાપે કહ્યું કે, તેઓ વિધર્મી અને વિદેશીને પોતાના શાસક તરીકે અપનાવવા તૈયાર નથી. મહારાણાએ પોતાનો કિલ્લો પરત જીતીને સાબિત કર્યું કે, અકબર નહીં તેઓ પોતે જ મહાન હતા. મહારાણા પ્રતાપના શબ્દો શું હતા તે જણાવતા યોગીએ કહ્યું કે, ‘‘હું અકબરને રાજા તરીકે નહીં સ્વીકારૂ, તે તુર્કી છે અને તુર્કી જ રહેશે. તે મિત્રતાના નામે આપણા આત્મસન્માનને નુકસાન કરશે. અમે વિદેશીને અમારા રાજા તરીકે નહીં સ્વીકારીએ.