લખનઉ,તા.૨૫
મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવ કાર્યક્રમ દરમિયાન આજે અયોધ્યમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર નિર્માણ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિરના મામલો સમાધાન તરફ જઈ રહ્યો છે.
યોગીએ કહ્યું કે, અયોધ્યમાં રામ મંદિર બનીને રહેશે. જેમાં સમાધાન તરફ તે આગળ વધી રહ્યું છે. યોગીએ સવાલ કર્યો કે શા માટે સંતોને મંદિરના નિર્માણ માટે શંકા થઈ રહી છે? તેમણે કહ્યું કે, મંદિર નિર્માણ સમગ્ર ભારતની લાગણી જોડાયેલી છે. તેમને આ સાથે જ સાધુ-સંતોને ન્યાયપાલિકા અને બંધારણ અંગે પણ ધ્યાન આપવા માટે કહ્યું છે. સાથે જ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર ટીકા કરતાં કહ્યું કે, કોંગ્રેસ ૨૦૧૯ પછી રામ મંદિરની સુનાવણી કરવા માટે કાવતરું કરી રહ્યું છે.
આજના કાર્યક્રમમાં તમામની નજર એ વાત પર રહી હતી કે યોગી આદિત્યનાથ મંદિર નિર્માણ અંગે કોઇ પણ નિવેદન આપશે કે કેમ. જ્યારથી યોગી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેમને પોતાની પાર્ટીની લાઈન પર જ નિવેદન આપ્યું છે અને તેમાં તેમને કોર્ટના સમાધાન માટેના નિર્ણયને જ આગળ કર્યો છે. મંહત નૃત્યગોપાલ દાસના જન્મદિવસ પર મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગીના નિવેદન પર તમામ સાધુ સંતોની નજર રહી હતી.
આ અગાઉ જ આજે સવારે મુખ્યમંત્રીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં પછાત વર્ગને આરક્ષણ આપવા માટેની માંગણી કરી છે. તેમને કહ્યું કે, જે પક્ષો ભાજપને દલિત વિરોધી ગણાવી રહ્યું છે, તેઓ આ યુનિવર્સિટીમાં દલિતોને આરક્ષણ અપાવી શક્યા નથી.
કન્નોજમાં એક કાર્યક્રમમાં તેમને ભાજપના દલિત વિરોધી હોવાના નિવેદન પર જવાબ આપ્યો હતો. યોગીએ સાથે જ કહ્યું કે, લાંબા સમયમાં સત્તા પર રહેલ વિરોધી પક્ષોએ આ યુનિવર્સિટીમાં કેમ દલિતોને આરક્ષણ આપવા માટેની માંગણી ન કરી.