(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો હતો. યોગીએ જણાવ્યું હતું કે, વાજપેયીની અસ્થિનું ઉત્તરપ્રદેશની તમામ નદીઓમાં વિસર્જન કરાશે. યોગીએ જણાવ્યું હતું કે, વાજપેયીએ દેશમાં રાજકીય સ્થિરતા આપી હતી. તેઓ અંગત રસ કરતાં રાષ્ટ્ર હિતમાં કામ કરતા હતા. તેમણે આપણા દેશને સ્થિર સરકાર આપી હતી. સ્થિર રાજકારણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશની તમામ નદીઓમાં તેમની અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, તેમના નિધનથી મને અંગત ક્ષતિ પહોંચી છે.