(એજન્સી) લખનઉ, તા.ર૧
અલીગઢમાં એક મુસ્લિમ યુવક વિરૂદ્ધ મહિલા મિત્ર સાથે ચા પીવા બદલ ગુનો નોંધાયો છે. પોલીસે આ યુવક પર અશ્લીલતા પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂક્યો છે. ભાજપની અલીગઢ મહિલા પાંખના પ્રમુખ સંગીતા વાર્ષનેનો હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક સાથે ચા પીતા જોઈ યુવતીને લાફો મારતો વીડિયો વાયરલ થયો છે. આ યુવતીએ કહ્યું કે તેણી પુખ્ત છે અને તેને પોતાની પસંદગીનો અધિકાર છે છતાં ભાજપ નેતાએ તેને લાફો માર્યો હતો અને તેના પિતાને ફોન કરી બોલાવ્યા હતા.
ભાજપ મહિલા નેતાના આ હંગામા બાદ પોલીસે યુવક વિરૂદ્ધ આઈપીસી ધારા ર૯૪ અંતર્ગત ફરિયાદ નોંધી હતી જે આશ્ચર્યજનક છે જ્યારે લોકો સોશિયલ મીડિયા પર સંગીતાની ધરપકડની માગ કરી રહ્યા છે.