(એજન્સી) લખનૌ, તા.૧૭
ઉત્તરપ્રદેશમાં જ્યારથી ભાજપાની યોગી સરકાર આવી છે. ત્યારથી મદ્રેસાઓની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. મદ્રેસાઓને ઓનલાઈન કરવાનો યોગી સરકારના આદેશનો સમય પૂરો થયા બાદ આશરે ૩૦૦૦ મદ્રેસાઓ પર ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આવા મદ્રેસાઓએ પોતાના ડેટા ઓનલાઈન નથી કર્યા જેને કારણે મદ્રેસાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમની માન્યતા પણ રદ કરવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશના મદ્રેસા બોર્ડના રજિસ્ટાર રાહુલ ગુપ્તા અનુસાર રાજ્ય સરકારે મદ્રેસાઓને ઓનલાઈન કરવાની સમય સીમામાં ફેરફાર કર્યો અને છેલ્લી તારીખ ૧પ ઓક્ટોબર હતી. પંજીકરણની પ્રક્રિયા હવે બંધ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે કાર્યવાહી થયા બાદ સરકારથી મદદ પ્રાપ્ત બધા પ૬૦ મદ્રેસાઓએ પોતાના ડેટા ઓનલાઈન કરી દીધા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે રાજ્યમાં આશરે ૧૯,પ૦૦ મદ્રેસાઓ છે. આમાં આશરે ૧૬,પ૦૦ મદ્રેસાઓએ પોતાના ડેટા ઓનલાઈન કર્યા છે. પણ રાજ્યના હમણા સુધી આશરે ૩૦૦૦ મદ્રેસાઓએ પોતાના ડેટા ઓનલાઈન નથી કર્યા જેમના વિરૂદ્ધ હવે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.