National

યોગી સરકારમાં પ્રતિદિન બાવન મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ; અખિલેશ સરકાર કરતાં સાત ગણી વધારે

(એજન્સી) લખનૌ, તા.૭
યુપીમાં યોગી સરકારના શાસનમાં દહેજ હત્યાઓ, દુષ્કર્મ, છેડછાડ અને મહિલા ઉત્પીડનની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. જે ગઈ સરકાર કરતાં વધારે છે. જે એક આરટીઆઈમાં ખુલાસો થયો છે.
યુપીમાં યોગી સરકાર અપરાધીઓ સામે સખ્તી કરી રહી છે. ઘણા અપરાધીઓને ઢેર કરી દેવાયા. કેટલાકની ધરપકડ કરી દેવાઈ. પરંતુ આરટીઆઈમાં મળેલ જાણકારીએ યોગી શાસનમાં કાનૂન વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. જેમાં હત્યાઓ, દુષ્કર્મ, છેડછાડની ઘટનાઓ અગાઉની સરકાર કરતાં વધી રહી છે.
સામાજિક કાર્યકર્તા સંજય શર્માએ આરટીઆઈ દ્વારા વર્તમાન સરકાર અને અગાઉની સરકારના ક્રાઈમના આંકડા મેળવ્યા. જેમાં સપાથી અખિલેશ સરકારના ર૦૧રથી ર૦૧૭ના શાસન દરમિયાન દહેજ હત્યાના ૧૧,૪૪૯ કેસ, બળાત્કારના ૧૩,૯૮૧ કેસ, શીલભંગના ૩૬,૬૪૩ કેસ, અપહરણના ૪૮,૦૪૮ કેસ, છેડછાડના ૪૮૭૪, મહિલા ઉત્પીડનના પ૧,૦ર૭ કેસ અને પોકસો એકટ હેઠળ ૧૩,૭ર૭ કેસો નોંધાયા હતા.
જ્યારે યોગી સરકારમાં ૧૬ માર્ચથી ૩૦ જૂન સુધી ૧૦૭ દિવસોમાં દહેજના ૩૪૩પ કેસ, બળાત્કારના પ૬પ૪ કેસ, શીલભંગના ૧૭,ર૪૯ કેસ, અપહરણના ર૧,૦૭૭ કેસ, છેડછાડના ૧૪૧૦ કેસ, મહિલા ઉત્પીડનના ર૦,પ૭૩ કેસ પોકસો હેઠળ ૭૦૧૮ કેસ દર્જ થયા હતા. એક હિન્દી અખબારના રિપોર્ટ મુજબ સપા શાસનમા રોજ બળાત્કારના ૭ કેસ દર્જ થતા હતા જ્યારે યોગી સરકારમાં આ આંકડો રોજના પર કેસ પહોંચી ગયો છે. તેમજ અન્ય કેસો દહેજ, હત્યા, શીલભંગ, છેડછાડમાં પણ વધારો થયો છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, ઉત્તરપ્રદેશમાં મહિલા સુરક્ષા સવાલોના ઘેરામાં છે. યોગી સરકારે આ દિશામાં ઘણા પગલાં લેવાની જરૂર છે.