(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ફરૂખાબાદની ઘટના પર કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યો છે. કોંગ્રેસે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આડે હાથ લેતાં કહ્યું કે, યોગીએ યુપીને ‘રોગી’ બનાવી દીધું છે. તેમ છતાં પણ આ વિષય પર સાચું બોલવાથી બચી રહ્યા છે. આ મામલે યુપીના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે વડાપ્રધાન મોદીથી અપીલ કરતાં કહ્યું કે યુપીમાં તમારી સરકાર છે અને આ ઘટના માટે યોગી અને યુપી સરકાર સ્પષ્ટ રીતે જવાબદાર છે. તેમણે આગળ કહ્યું કે મુખ્યમંત્રી યોગી સરકાર ચલાવવા જરાય સક્ષમ નથી. તેમને પદ પરથી હટાવી લેવા જોઈએ. જો તમે આ પગલું ન લેતાં હોય તો આનો સીધો મતલબ એ છે કે, માસૂમ બાળકોના મૃત્યુનો તમને કોઈ અફસોસ નથી અને તમારી સરકાર માત્ર વોટ માટે કામ કરે છે. ત્યાં જ કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ પણ મુખ્યમંત્રી યોગી પર નિશાન સાધ્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગીએ આખા રાજ્યને રોગી બનાવી દીધું છે અને સરકાર હવે આ મામલે બચતી ફરી રહી છે. સુરજેવાલાએ આ મામલે વડાપ્રધાન મોદી પર ટિપ્પણી કરતાં કહ્યું કે મોદી હવે ક્યારે જાગશે અને ક્યારે મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને આ ઘટના માટે જવાબદાર ગણાવશે. નોંધનીય છે કે, ફરૂખાબાદના રામ મનોહર લોહિયા રાજકીય હોસ્પિટલમાં મરનારા ૪૯ બાળકોના પેદા થયાના એક મહિનાની અંદર મોત થયા છે ત્યાં જ ગોરખપુરની ઘટનાની જેમ એમનું પણ મોતનું કારણ ઓક્સિજનની અછત બતાવવામાં આવી રહ્યું છે.