(એજન્સી) કૈરાના, તા.૧
કૈરાના અને નુરપુર પેટાચૂંટણીમાં ભાજપની કરારી હાર બાદ ભાજપના નેતાઓના બેફામ નિવેદનોનો સિલસિલો ચાલુ છે. યુપીના કેબિનેટ મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે કહ્યું કે ભાજપના મતદારો ગરમીની છુટ્ટી મનાવવા ગયા હતા. જેના કારણે વોટ આપી શક્યા નહીં તેથી પક્ષની હાર થઈ. હારને પાર્ટી પડકાર સમાન લઈ આગામી લોકસભાની ચૂંટણીમાં પક્ષને સારા પરિણામો મળશે. એટીએસ અધિકારીના મોતની તપાસ ચાલી રહી છે. એટીએસના બીજા અધિકારીના રાજીનામાને તેમણે અંગત પ્રશ્ન ગણાવ્યો હતો.