(એજન્સી) બિજનૌર, તા. ૮
બિજનૌરના નજીબાબાદમાં ચોક્કસ સમુદાયના લોકોએ મદ્રેસાના બાળકો પર હુમલો કરી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિસ્તારના કેટલાક શાંતિપ્રિય લોકોએ સમજદારી દેખાડતા સ્થિતિને સામાન્ય કરી દીધી હતી. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે નજીબાબાદના સબનિગરાન મદ્રેસામાંથી પઢાઇ કરી પરત ફરી રહેલા બાળકો પર અન્ય સમુદાયના કટ્ટરવાદી તત્ત્વોના ડઝનથી વધુના ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મદ્રેસાના કેટલાક બાળકો ગંભીર રીતે ઘવાયા હતા. એવું જાણવા મળ્યું હતું કે, આ બાળકો આદર્શ નગરના રહેવાસી હતા.
ઘટનાથી નારાજ મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને જોરદાર હોબાળો કર્યો હતો. સ્થિતિ વણસતી જોઇ મદ્રેસાના ઇમામ સાહેબ લોકો વચ્ચે આવ્યા હતા અને રોષે ભરાયેલા લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની હતી. બીજી તરફ નજીબાબાદના પોલીસ સ્ટેશન પ્રભારી સતીષકુમારે આ ઘટના અંગે અનુમોદન આપતા આરોપીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
યોગીના યુપીમાં હિંદુવાદી તત્ત્વોનું ગુંડારાજ મદ્રેસાનાં બાળકો પર ઘાતકી હુમલો

Recent Comments