(એજન્સી) લખનૌ, તા.પ
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર સત્તામાં આવ્યા બાદ રાજ્યના પરિવહન નિગમની બસો યુપીનું એનેકસી હાઉસ (લાલબહાદુર શાસ્ત્રીભવન) બુલંદ શહેરના સિકંદરાબાદમાં અનાજ, ફળ અને શાકભાજી બજાર સમિતિઓનું સંપૂર્ણપણે ભગવાકરણ કર્યા બાદ હવે લખનૌના બાયૂભવન સામે સ્થિત યુપી હજ હાઉસ સમિતિની દીવાલોને પણ ભગવા કલર કરી દેવામં આવ્યું છે. યોગી સરકાર સત્તામાં આવ્યા બાદ પરદેશમાં સરકારી કામકાજોમાં ભગવા રંગનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ઈમારતોને ભગવા કલર કરવાનો ઘટનાક્રમ માત્ર પાટનગર લખનૌમાં જ નહીં પરંતુ યુપીના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે.
યોગી સરકારના આ ભગવાકરણના પગલાંનો વિપક્ષી નેતાઓ અને ઉલેમાઓ દ્વારા તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. યોગી સરકારના આવ્યા પહેલાં હજ હાઉસની દીવાલો સફેદ અને લીલા રંગની હતી. સરકાર આ મામલામાં પણ હવે ધાર્મિક લાગણીઓને ઉશ્કેરી રહી છે.
તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં નગરપંચાયતની ચૂંટણીમાં બીજેપીની જીત બાદ નગરપંચાયત ભવનોનું પણ ભગવાકરણ શરૂ થઈ ગયું હતું. ડિસેમ્બર મહિનામાં પીલીભીંત જિલ્લામાં શિક્ષકોના વિરોધ છતાં ૧૦૦થી વધુ પ્રાથમિક શાળાઓને ભગવા રંગમાં રંગી દેવામાં આવી હતી. આ મામલો જિલ્લા અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા સ્કૂલોની તપાસ દરમ્યાન પ્રકાશમાં આવ્યો હતો. આ અગાઉ રપમી ડિસેમ્બરે યોગી સરકારે ભગવા રંગની બસો સડક પર ઉતારી હતી. આ બસોને દીનદયાલ ઉપાધ્યાય નામ આપવામાં આવ્યું હતું અને ભગવા રંગની પ૦ બસોને સંકલ્પ સેવા કહેવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં ઘણી જગ્યઓ પર આ પ્રકારનું ભગવાકરણ કરી દેવામાં આવ્યું છે.