(એજન્સી)
અગરતલા, તા.૬
જમિયત ઉલેમા-એ-હિન્દે નવી સત્તાસઢ ભાજપા-આઈપીએફટી સરકારથી બકરી ઈદ શાંતિપૂર્વક ઉજવવા માટે યોગ્ય પગલા ઉઠાવવા તાકીદ કરી છે. ત્રિપુરા રાજ્ય જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મુફતી તૈયબ રહમાને જામિયા મસ્જિદમાં સંવાદદતાઓ સાથે વાત કરતાં કહ્યું કે, નવી ભાજપા-આઈપીએફટી સરકારના સત્તામાં આવ્યા બાદ મુસ્લિમ વસ્તીને ગૌમાંસ માટે હેરાન કરવામાં આવે છે. રહમાને કહ્યું કે, ત્રિપુરામાં લોકોનો એક મોટો વર્ગ ગાય, ભેંસ અને બકરી વેચવાના કારોબારથી જોડાયેલો છે. પણ અહીંયા કોઈ વાહન ગાય લઈને જઈ રહ્યો હોય તો તેને રોકીને ચેક કરવામાં આવે છે. આ બધા કારણથી તેઓને વેપારમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અમે સરકારથી માંગ કરી રહ્યા છીએ કે આ બધાને રોકવા આવશ્યક પગલાં ઉઠાવે. મુસ્લિમ નેતા અનુસાર સરકારને પહેલાંથી જ ઉપાય કરવા જોઈએ જેથી ઈદ દરમિયાન શાંતિપૂર્ણ કુરબાની કરવામાં આવી શકે. તેમણે કહ્યું કે ખાવાની વસ્તુઓની પસંદગી મુસ્લિમ લોકોનું મૌલિક અધિકાર છે પણ જો કોઈ વર્ગ આમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે અને રોકવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રીથી મુલાકાત કરવામાં આવી છે અને આ મુદ્દા વિશે જાણકારી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે તેઓએ એ સ્થાનોની એક યાદીનો ઉલ્લેખ કર્યો જ્યાં વાહનો અને પ્રાણીઓને લઈ જવા મુદ્દે મુસ્લિમો પર હુમલાઓ કરવામાં આવ્યા હતા.