પ્યોંગયાંગ,તા. ૨૯
કોરિયન દ્ધિપમાં ઊભી થયેલી કટોકટીના કારણે વૈશ્વિક સ્તર પર યુદ્ધના ભણકારા હવે વાગી રહ્યા છે. પરમાણુ હથિયારોના પરીક્ષણ અને મિસાઇલ કાર્યક્રમને લઇને ઉત્તર કોરિયા વૈશ્વિક સમુદાયના ટાર્ગેટ હેઠળ છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતી જતી કટોકટીના કારણે વિશ્વના દેશો ચિંતાતુર દેખાઇ રહ્યા છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ દિન પ્રતિદિન વધુ તીવ્ર બની રહ્યું છે ત્યારે હવે ઉત્તર કોરિયામાં ૪૭ લાખ લોકોએ સેનામાં સ્વચ્છાથી ભરતી થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતીમાં પ્રશ્ન એ થઇ રહ્યા છે કે શું ઉત્તર કોરિયા યુદ્ધના વાદળો વચ્ચે આ પ્રકારની તૈયારી કરી રહ્યંુ છે. સરમુખ્તયારશાહી શાસન વ્યવસ્થામાં ઉત્તર કોરિયા સાથે સંબંધિત માહિતી પણ રાજ્ય નિયંત્રિત મીડિયા મારફતે જ બહાર આવે છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આજે માહિતી આપતા કહ્યું હતું કે લોકો સ્વેચ્છાથી સેનામાં સામેલ થવા માટે આવી રહ્યા છે. એક જાણીતા ઉત્તર કોરિયાના અખબારે માહિતી આપતા કહ્યું છે કે વિદ્યાર્થી અને વર્કર્સની આ સંખ્યામાં ૧૨.૨ લાખ મહિલાઓ પણ સામેલ છે. આમાં છેલ્લા છ દિવસના ગાળામાં જ કોરિયન પીપલ્સ આર્મીમાં સામેલ થયેલા લોકો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ૨૨મી સપ્ટેમ્બરના દિવસે અમેરિક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની જોરદાર નિંદા કરી હતી. જેમાં ટ્રમ્પે ઉત્તર કોરિયાને સંપૂર્ણ ખતમ કરી દેવાની વાત કરી હતી. કિમે ટ્રમ્પને માનસિક રીતે બીમાર તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતંુ કે ઉત્તર કોરિયા ટ્ર્‌મ્પ દ્વારા અપમાનિત કરવાનો બદલો ઉચ્ચ સ્તરે લેશે. ટ્ર્‌મ્પે મંગળવારના દિવસે જ કહ્યું હતું કે અમેરિકી સેનાનુ કોઇ પણ પગલું કોરિયા માટે ભયાનક સાબિત થઇ શકે છે. હાલમાં જ ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાને જવાબમાં કહ્યું હતું કે ટ્ર્‌મ્પની આ પ્રકારની ધમકી એક પ્રકારથી યુદ્ધના સંકેત તરીકે છે. અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર એકપછી એક પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. ઉત્તર કોરિયાની આઠ બેંકો અને ૨૬ કારોબારી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્ય છે. ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ કાર્યક્રમને ધ્યાનમાં લઇને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.