મુંબઈ,તા.૧૩
આઠ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બનેલા અને દંતકથા સમાન ગણાતા દોડવીર યુસૈન બોલ્ટે સાબિત કરી બતાવ્યું છે એ જમીન પર તો સૌથી ફાસ્ટ દોડી શકે છે, પરંતુ અવકાશમાં (ગુરુત્ત્વાકર્ષણ બળ વિહોણા વાતાવરણમાં) પણ સૌથી વધારે ઝડપથી દોડી શકે છે.
જમૈકાના ચેમ્પિયન રનર બોલ્ટે પોતાની રનિંગ ક્ષમતાનો પરચો સ્પેસમાં પણ બતાવી દીધો છે.એક શેમ્પેઈન કંપનીએ તેના પ્રમોશનલ કાર્યક્રમના ભાગરૂપે ઝીરો ગ્રેવિટી સ્પેસ રેસનું આયોજન કર્યું હતું.બોલ્ટ વિશેષ એવા એરબસ ઝીરો ય્ વિમાનમાં સવાર થયો હતો. આ વિમાન ઝીરો ગ્રેવિટી (ગુરુત્ત્વાકર્ષણવિહોણા વાતાવરણ) જેવું હોય છે. બોલ્ટે વિમાનની અંદર યોજાયેલી ફૂટ રેસમાં તેના બે સાથી પેસેન્જરને પડકાર્યા હતા અને રેસ આસાનીથી જીતી બતાવી હતી. રેસ વખતે બોલ્ટ લગભગ ઉડતો દેખાયો હતો.બોલ્ટ ઓલિમ્પિક ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ ૧૧ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. ૨૦૧૪ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં એણે ૪ઠ૧૦૦ મીટર રીલે દોડનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
યુસૈન બોલ્ટનો નવો વિક્રમ : ઝીરો ગ્રેવિટી સ્પેસમાં પણ રેસ જીતી બતાવી

Recent Comments