(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
પરિણીત મહિલાની પાછળ પડેલા પાલનપુર જકાતનાકા પાસે રહેતા જયેશ ઉર્ફે જીતુ કિશોર ચૌહાણની વારંવારની છેડતીથી ત્રાસેલી મહિલાએ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલનપુર જકાતનાકા પાસેની જ્ઞાનદીપ સોસાયટીમાં રહેતો જયેશ ઉર્ફે જીતુ કિશોરભાઈ ચૌહાણ રૂદરપુરામાં રહેતી માતાને ત્યાં અવાર નવાર જતો હતો જ્યાં પડોશી પરિણીત મહિલાનો વારંવાર પીછો કરી બિભત્સ ચેનચાળા કરતો હતો. આ અંગે ફરિયાદી મહિલા કહેવા જતા આરોપી જયેશ ઉર્ફે જીતુએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી સબ ઈન્સ્પેક્ટર એ.કે. જાડેજાએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.