(એજન્સી) મુંબઈ, તા.૪
આરોપી સાથે દલીલ કર્યા બાદ દેવનાર પોલીસે ર૯ વર્ષીય મુસ્લિમ યુવકની હત્યાના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આરોપ અગાઉ જૂથ સાથે વિવાદમાં સામેલ હતા અને શુક્રવારે પણ ત્રણેય મૃતક સાથે મસ્જિદમાં જવા માટેના માર્ગ તૈયાર કરવા માટે દલીલ કરવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સુન્ની મસ્જિદ, ગોવંડી પાસેના ગૌતમનગર નિવાસી અહમદ હુસેન શેખના રૂપમાં કરવામાં આવી છે. મૃતકના ભાઈ અખ્તર હુસેને શેખે ફરિયાદમાં જણાવ્યું છે કે ૧લી જૂનના રોજ અહેમદે મસ્જિદમાં જતો સાંકડી ગલી દ્વારા માર્ગ બનાવતા આ વિવાદ ઊભો થયો હતો. આ ત્રણેય આરોપીઓએ મૃતક કે જેની સાથે અગાઉ પણ દલીલ થઈ હતી તેને અટકાયતમાં લીધો હતો. ત્રણેય માણસો તેની પાસે આવ્યા હતા અને તેને એક પછી એક દલીલોમાં ફસાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે મૃતકને મસ્જિદમાં જવા માટે બીજો માર્ગ પર જવા કહ્યું. મૃતકે ઈન્કાર કરતાં તેમણે અહેમદ પર હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાઓને પગલે અહેમદનું મોત નિપજ્યું હતું. દેવનાર પોલીસે ત્રણેય આરોપી વિરૂદ્ધ (આઈપીસી હેઠળ) કેસ દાખલ કર્યો છે અને ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી ફરાર અન્ય બે આરોપીની તપાસ હાથ ધરી છે એમ પોલીસ અધિકારી ડી.શિંદે જણાવ્યું હતું.