(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
ઉધના વિસ્તારના હરિનગર વિભાગ-૨ પાસે આવેલ ગણપતિ મહોલ્લામાં બર્થ ડે પાર્ટીમાં ડી. જે. વગાડનાર યુવક .પર અજાણ્યા વ્યકિતએ ચાકુથી હુમલો કરી,તેની હત્યા કરી નાંખી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉધનાના હરિનગર વિભાગ-૩ પાસે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો દીપક મનોહર માનકર ડી.જે. વગાડવાનું કામ કરે છે. ગત રાત્રે હરીનગર-૨, ગણપતિ મહોલ્લા ખાતે બર્થ ડે પાર્ટીમાં ડીજે વગાડવા માટે ગયો હતો. મનોહરની સાથે મદદરૂપ થવા તેનો ભાઈ તિલક મનોહર માનકર ઉ.વ. ૨૫ પણ સાથે ગયો હતો. ડી.જે. પાર્ટીમાં પસંદગીનું ગીત વગાડવા તેમજ નાચવા બાબતે બોલાચાલી થઈ હતી પાર્ટી સ્થળ નજીક ડી.જે.ની પાછળ અંધારી જગ્યામાં કોઈ અજાણ્યા વ્યકિતએ દ્વારા તિલકના પેટ, પીઠ અને છાતીના ભાગે ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. તિલકને ગંભીર ઈજા થતા તેનું આ બનાવ અંગે દીપક માનકર દ્વારા ઉધના પોલીસ મથકમાં નાનોભાઈ તીલકની હત્યાની ફરિયાદ કોઈ અજાણ્યા વ્યકિત સામે નોંધાવી છે. ઉધના પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ડી.જે. પાર્ટીનું આયોજન કરનારશ્વની પોલીસ પૂછપરછ કરી રહી છે. ડી.જે. પાર્ટીમાં થયેલ વીડિયો શુટિંગ અને મોબાઈલ શુટીંગના આધારે પોલીસ આરોપીઓને ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે. હજુ સુધી આરોપીની કોઈ ઓળખ થઈ નથી.