ભાવનગર,તા.૪
ભાવનગરના બુધેલ ગામે પ્રતિક ઉપવાસ કરી પાંચ પાટીદાર યુવકોએ મુંડન કરાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસની સરકાર સમયની કટોકટીને કાળા દિવસ તરીકે માને છે પણ હવે તો રોજ કાળો દિવસ હોય છે અને તેનું પરિણામ આવતા દિવસોમાં ભાજપ સરકારને મળશે.તો જામનગર તાલુકાના વરણા અને નાની બનુગર ગામમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરાયા હતા. એક દિવસના પ્રતિક ઉપવાસમાં જોડાયેલા લોકોએ ધૂન કરી હતી. બીજી તરફ અમરેલીના બાબરા ગામનો પાટીદાર સમાજ હાર્દિક પટેલના સમર્થનમાં આગળ આવ્યો હતો અને ધૂન બોલાવીને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.