(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૧૬
ઉના તાલુકાના પાલડી ગામે રહેતા રમેશભાઇ મકવાણા નામના યુવાનના ભાઈનું અકસ્માત થયું હતું અને તેના કેસ માટે ડોક્યુમેન્ટ ઉના પોલીસ સ્ટેશનમાં લેવા જતાં પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીએ કોઈપણ કારણોસર દારૂ પીવડાવીને ઢોર મારમારી ગંભીર ઈજા પહોંચાડી ખોટા ગુનામાં ફીટ કરી દીધેલ હોવાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ વીડિયોએ ભારે ચકચાર મચાવેલ છે અને હાલમાં ઇજાગ્રસ્ત રમેશ મકવાણા નામનો આ યુવાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયેલ છે અને વાયરેલ થયેલ વીડિયોમાં તેણે ઉના પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મી વિરૂદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ કરેલ છે અને પોતે ગરીબ અને મજૂરી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. તેના પરિવારના સભ્યોનું અકસ્માત થતાં તેના કાગળ લેવા જતાં તેની સાથે પોલીસે ગેરવર્તન કરી સમાજ વિરૂદ્ધ અપમાનીત થાય તેવા શબ્દ પ્રયોગ કરી મારમારી લોકપમાં પુરી દેતા ભારે દર્દથી પીડાતા આ રમેશને સારવાર માટે પણ વારંવાર કહેવા છતાં લઇ જવામાં આવેલ નહીં અને બાદમાં રમેશને હોસ્પિટલે લઇ ગયેલા ત્યાં ક્યા પ્રકારની સારવાર અપાયેલ તેની પણ જાણકારી આપેલ નહીં અને રમેશના પિતાને બોલાવીને જામીન લઇ મુક્ત કર્યું હતું. આ વખતે રમેશે પોતાને કોર્ટમાં રજૂ કરવા માગણી કરી હતી. જેથી રમેશ તેની વ્યથા અને તેના પર થયેલા અત્યાચાર અંગે કોર્ટ સમક્ષ રજૂઆત કરવા માગણી કરતા તેની વાત ઉના પોલીસમાં ફરજ બજાવતા કર્મીએ સાંભળી ન હતી. તે અંગે વીડિયોમાં વાત કરતા આ ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર ફેલાયેલ છે. આમ તો પાલડી ગામ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવતુ હોય છે. પરંતુ બનાવ ઉના પોલીસ સ્ટેશનમાં બનેલ હોવાનું મરીન પોલીસ અધિકારીએ જણાવેલ હતું.આ અંગે ઉના પોલીસ અધિકારી રાજ્યગુરૂનો સંપર્ક કરતા તેણે આ ઘટના બની હોવાની વાતને સમર્થન આપેલ હતું અને હાલમાં આ યુવાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સરવાર હેઠળ હોય તેની ફરિયાદ લેવા ઉના પોલીસ જૂનાગઢ ગયેલ હોવાનું અને ફરિયાદ આવ્યા બાદ ઘટના અંગેની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવેલ હતું.