અમરેલી, તા.૧૯
જાફરાબાદમાં ત્રણ યુવાનો મજાકમસ્તી કરી રહ્યેા હોઈ અને ભરત નામના મિત્રનો પગ પાણીના કેરબાને લાગતા પાણી ઢોળાઈ જતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે યુવાનને મુંઢ મારમારતા તેને છોડવા વચ્ચે પડેલ રાજેશ નામના યુવાનને પણ મારમારી ધક્કો મારી પછાડી દેતા તેનું મોત નિપજતા મૃતક યુવાનના પિતાએ હત્યાની ફરિયાદ મરી પોલીસમાં નોંધાવતા ચકચાર મચેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર જાફરાબાદમાં રહેતો રાજેશ દામજીભાઇ ચુડાસમા (ઉં.વ.-૧૯) અને તેના ભરત અને રાકેશ ત્રણેય મિત્રો સામે કાંઠે વિસ્તારમાં લાઈટબતી પાસે મજાકમસ્તી કરી રહ્યા હતા ત્યારે ભરત નામના યુવાનનો પગ શાંતિભાઈ માણસુરભાઈ શિયાળના પાણી ભરેલ કેરબાને પગ લાગી જતા અને કેરબાનું પાણી ઢોળાઈ જતા શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતને મારમારવા લાગેલ અને તેને છોડવા તેનો મિત્ર રાજેશ વચ્ચે પડતા તેને પણ શાંતિભાઈએ મારમારી ધક્કો મારી નીચે પછાડી દેતા તેનું મોત થયું હતું. બનાવ અંગે રાજેશના પિતા દામજીભાઇ ટપુભાઈ ચુડાસમાએ શાંતિભાઈ સામે જાફરાબાદ મરીન પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચેલ છે. બનાવ અંગે ખરેખર શું હકીકત બનેલ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ છે. બનાવ વખતે રાજેશના મિત્રો સાથે હતા તો મૃતક યુવાનની લાશ બિનવારસી રીતે મૂકી કેમ જતા રહ્યા હતા તે અંગે અનેક તર્કવિતર્ક જાફરાબાદમાં થઇ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ બનાવ અંગે સાચી હકીકત બહાર લાવી શકે છે કે કેમ ?
યુવાનને માર મારી ધક્કો મારી પછડાતાં મોત નિપજ્યું

Recent Comments