(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૯
સોશિયલ મીડિયામાં યુવતીઓના ખોટા ફેક આઈડી બનાવી તેમાં તે યુવતીઓના અન્ય સ્ત્રીઓના નગ્ન ફોટાઓ એડિટીંગ કરી સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાના ગુનામાં એક શખ્સને રાજુલા પોલીસે સુરતથી ઝડપી લીધો હતો જ્યારે તપાસ દરમિયાન આ ગુનામાં અન્ય બે કિશોર યુવાન સામેલ હોવાનું ખૂલતા તેમની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના નાગેશ્રી પોલીસ મથકમાં નોંધાયેલ મુજબ ધનજંય બચુભાઈ કોલડિયા (ઉ.વ.૨૫) રહે.ગમા પીપળિયા, તા.બાબરાવાળો નાગેશ્રી પંથકની યુવતીઓની ફેક આઈડી બનાવી તેના ફોટાઓમાં એડિટીંગ કરી અન્ય સ્ત્રીઓના નગ્ન ફોટાઓ ચોટાડી બાદમાં તે ફોટા સોશિયલ મીડિયા ફેસબુકમાં વાયરલ કરી સ્ત્રીઓના સન્માન અને આબરૂ ખોવા બદનામી ઊભી કરવાના હેતુથી ગુનો કરતા અને તે યુવતીઓ દ્વારા નાગેશ્રી પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજુલા પીઆઈ યુચી જાડેજા તથા પીએસઆઈ જી.જી. જાડેજા સહિતના સ્ટાફે તપાસ આદરી આરોપી ધનંજય બચુભાઈ કોલડિયા (ઉ.વ.૨૫) રહે.ગામ પીપળિયા, તા.બાબરા હાલ વરાછા વાળાની સુરત ખાતેથી ધરપકડ કરી હતી અને ઉંડાણપૂર્વક તપાસમાં આ ગુનામાં અન્ય બે કિશોર વયના હોવાથી તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.