સુરેન્દ્રનગર,તા.૮
સુરેન્દ્રનગરમાં અસ્થિર મગજની બાળકી પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો.સાયલા રેલવે સ્ટેશન પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ગરીબ પરિવાર ઝુપડા વાસી વસવાટ કરે છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. બપોરના સમયે અસ્થિર મગજની બાળા રમી રહી હતી અને તેની માતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે તેની માતાને તરસ લાગતા તે પાણી પીવા ગઈ હતી ત્યારે વિજયરાય નામનો યુવાન આ પરિવારની ૧૦ વર્ષની અસ્થિર મગજની બાળાને લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચરી નાસી છુટ્યો હતો જ્યારે બાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે આ પરપ્રાંતિય યુવાન તેના વતન બિહાર ભાગી જાય તે પહેલાં જ તેને પકડી તેની સામે દુષ્કર્મ તથા પોસ્કો એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં અસ્થિર મગજની બાળાની લાજ લૂંટનાર પરપ્રાંતિય યુવાનની ધરપકડ

Recent Comments