(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૧૪
કોડીનાર તાલુકાના સરખડી ગામના પાટિયા નજીક મોટરસાઈકલ ટ્રોલી સાથે અથડાતાં મોટરસાઈકલમાં સવાર યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની વિગત મુજબ ધવલભાઈ કૃષ્ણકુમાર ભટ્ટ અને કરણ મનુભાઈ વાળા તેમની મોટરસાઈકલ લઈને સરખડી જઈ રહ્યા હતા ત્યારે ગામના પાટિયા નજીક મોટરસાઈકલ ટ્રોલી સાથે અથડાતાં ધવલભાઈ ભટ્ટ ફંગોળાઈ જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વેરાવળ દવાખાને ખસેડતા ત્યાં ફરજ પરના ડોક્ટરે ધવલ કૃષ્ણકુમાર ભટ્ટને મૃત જાહેર કરતા તેમનો મૃતદેહ કોડીનાર સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડેલ છે. જ્યારે કરણ મનુભાઈ વાળાને પણ ઈજા થતાં કોડીનાર અબુજા હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે.