મુંબઇ, તા.૧૦
ભારતના ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડકપ અને ૨૦૧૧ ક્રિકેટ વિશ્વકપમાં જીતનો હીરો રહેલા યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. યુવરાજ સિંહે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી. જ્યાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. જાણકારી પ્રમાણે યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ આઈસીસી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી૨૦ લીગમાં રમવા ઈચ્છે છે.
યુવરાજ સિંહે કહ્યું કે, મેં ક્યારેય પડકારની સામે હાર નથી માની ભલે તે ક્રિકેટ હોય કે કેન્સર જેવી બિમારી. યુવરાજે કહ્યું કે, તે ઘણા સમયથી નિવૃત્તિ વિશે વિચારી રહ્યો હતો અને હવે તેનો પ્લાન આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ટી૨૦ ટૂર્નામેન્ટમાં રમવાનો છે. યુવરાજ સિંહ પોતાના માતાથી ઘણો નજીક છે. સંન્યાસની જાહેરાત કરવા સમયે પણ યુવરાજે કહ્યું કે, મારી માતા હંમેશા મારી તાકાત રહી છત્ત
પોતાના ક્રિકેટ કરિયરને યાદ કરતા યુવરાજે કહ્યું કે, ‘પોતાના ૨૫ વર્ષના કરિયર અને ખાસ કરીને ૧૭ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા. હવે મેં આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. આ રમતને મને શીખવાડ્યું કે, તેમ લડવું છે, પડવું છે, ફરી ઉઠવું છે અને આગળ વધવું છે.’
યુવરાજે ૨૦૧૧ના વર્લ્ડકપમાં ૯ મેચમાં ૯૦.૫૦ની સરેરાશથી ૩૬૨ રન અને ૧૫ વિકેટ ઝડપી હતી. તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો. ૩૭ વર્ષીય યુવરાજ સિંહે ભારત માટે પોતાની અંતિમ વનડે મેચ ૩૦ જૂન ૨૦૧૭ના વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમી હતી. યુવીએ પોતાની અંતિમ ટી૨૦ મેચ ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ ૨૦૧૨માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. યુવરાજ સિંહ ૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડકપ રમવા માગતો હતો. પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે તેમનું આ સપનું અધૂરૂં રહી ગયું છે.
૧૨ ડિસેમ્બર ૧૯૮૧ના જન્મેલો યુવરાજ સિંહ છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે કોઈપણ ફોર્મેટમાં ક્રિકેટ રમી રહ્યો નહતો. ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તે ટીમમાંથી બહાર હતો.
૨૦૧૧ના વર્લ્ડકપમાં યુવરાજે ૯૦.૫૦ની સરેરાશથી ૩૬૨ રન બનાવ્યાં અને ૧૫ વિકેટ લીધી હતી
યુવરાજે ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં ૬ છગ્ગા માર્યા હતા
યુવરાજને આ વાતનો અફસોસ
સંન્યાસની ઘોષણાને લઈ એક સમયે યુવરાજ સિંહ ભાવુક થઈ ગયો હતો અને રડી પણ પડ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે ઘણાં સવાલોના જવાબ આપ્યા હતા. એક સવાલ પર યુવરાજ સિંહ કહ્યું કે, મેં વધારે ટેસ્ટ મેચ રમી નથી અને એ વાતનો મને સૌથી વધુ અફસોસ રહેશે. આ ઉપરાંત તેણે કહ્યું કે, ઋષભ પંત સારો ખેલાડી છે અને તેનામાં મને મારી છબી દેખાઈ છે.
Recent Comments