નવી દિલ્હી, તા.૧૮
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુવરાજસિંહ અને તેના પરિવાર વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાયો છે. યુવરાજની ભાભી આકાંક્ષા શર્માએ આ કેસ નોંધાવ્યો છે. આક્રોશના વકીલે જણાવ્યું કે મામલાની સુનાવણી ર૧ ઓક્ટોબરે થશે. વકીલે કહ્યું કે યુવરાજની માતા શબનમે તાજેતરમાં આકાંક્ષા વિરૂદ્ધ એક ફરિયાદ કરી હતી. જેમાં તેમણે લગ્નમાં આપેેલી જ્વેલરી અને અન્ય સામાન પરત માંગ્યો હતો. યુવરાજ વિરૂદ્ધ પણ આ કેસ દાખલ કરવા અંગે વકીલે કહ્યું કે ઘરેલુ હિંસાનો મતલબ ફક્ત શારીરિક હિંસા નથી. આનો મતલબ માનસિક અને આર્થિક શોષણ પણ છે. યુવરાજ પર પણ આ વાત લાગુ થાય છે. કારણ કે જ્યારે આકાંક્ષા સાથે ખોટું થઈ રહ્યું હતું ત્યારે યુવરાજ ચૂપ રહ્યો. તેમણે કહ્યું કે જ્યારે આકાંક્ષાનો પતિ અને સાસુ તેના પર બાળક માટે દબાણ કરી રહ્યા હતા ત્યારે યુવરાજે પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો. વકીલે કહ્યું શબનમ જોરાવર અને આકાંક્ષાના જીવનમાં ખૂબ જ દખલગીરી કરતી હતી.