(એજન્સી)
નવી દિલ્હી,તા.૨૫
છેલ્લા કેટલાક સમયથી યુવરાજ સિંહ ક્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. યુવરાજનું પોતાનું માનવું છે કે સમય આવવા પર તે સૌથી પહેલા ક્રિકેટને અલવિદા કહેશે. યુવરાજ સિંહનો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રેકોર્ડ સારો નથી રહ્યો પરંતુ રવિવારે દિલ્હી કેપ્ટિલ્સ વિરુદ્ધ તેણે અર્ધસદી ફટકારી હતી. આ મુંબઈ ઇન્ડિયન્સ અને યુવરાજ માટે સારા સંકેત છે.
દિલ્હી સામેની ઓપનિંગ મેચ હાર્યા પછી યુવરાજે કહ્યું કે, ” સમય આવવા પર સંન્યાસ લેનાર હું પ્રથમ વ્યક્તિ હોઈશ. જોકે ૨૦૦૭ ટી-૨૦ અને ૨૦૧૧ વનડે વર્લ્ડકપના હીરોએ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે ઘણી વખત પોતાના ભવિષ્ય અંગે મૂંઝવણ અનુભવી ચૂક્યો છે.
તેણે કહ્યું કે , છેલ્લા ૨ વર્ષ મારા માટે ઘણા ચડાવ-ઉત્તર ભર્યા રહ્યા છે અને હું એ નિર્ણય નથી લઈ શક્યો કે શું કરવું જોઈએ. યુવરાજે કહ્યું કે જયારે તેણે વિશ્લેષણ કર્યું તો સમજ્યો કે તે હજી પણ એવુ જ ક્રિકેટ રમી શકે છે, જેવો અંડર-૧૬ ના સમયે રમતો હતો. હું તે સમયે રાષ્ટ્રીય ટીમમાં રમવા અંગે વિચારતો નહતો.
યુવરાજે કહ્યું કે તે સચિન તેંડુલકર સાથે વાત કરતો રહે છે. સચિને મને જણાવ્યું હતું કે કરિયરના અંતિમ તબ્બકે તે કેવું અનુભવી રહ્યો હતો. જયારે તે ૩૭-૩૮-૩૯ની વયે પહોંચ્યો ત્યારે તેની રમત પ્રત્યેની માનસિકતા શું હતી. તેની સાથે વાત કરીને મારા માટે વસ્તુઓ સરળ થઇ ગઈ છે. અને હું માત્ર એટલે રમી રહ્યો છું કારણકે ક્રિકેટને બેહદ પ્રેમ કરું છું.