મોડાસા,તા.૩૧
મોડાસા શહેરના કોલેજ રોડ પરથી પસાર થતી બે યુવતીઓ માંથી એક યુવતીનું બોલેરો જીપમાં આવેલા બે શખ્શોએ બળજબરી પૂર્વક અપહરણ કરતા ભારે ચકચાર મચી હતી સાથે રહેલી યુવતી અને નજીકમાં રહેલા એક્ટિવા ચાલકે જીવન જોખમે યુવતીને બચાવવા ભારે પ્રયત્નો કર્યાં હતા તેમ છતાં બોલેરો જીપના ચાલકે જીપ રિવર્સ લઈ અપહરણ કરી નાસી છૂટતા ભારે હોહા મચી હતી મોડાસાના જાગૃત નાગરિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે અપહરણ થયેલી યુવતીને છોડાવવા વિવિધ ટિમો સાથે હરકતમાં આવી હતી
પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે ૭ઃ૩૫ વાગે માલપુર તાલુકાના લીંબોદરા ગામની અને મોડાસા કોમર્સ કોલેજમાં એમ.કોમમાં અભ્યાસ કરતી યુવતીનું કોલેજ રોડ પર આવેલી રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ આગળથી બોલેરો કારમાંથી એક મહિલા ઉતર્યા પછી બે શખ્શોએ યુવતીનું અપહરણ કરતા રોડ પર સાથે રહેલી યુવતીની બહેનપણીએ યુવતીને બચાવવા ભારે પ્રયત્નો કર્યાં હતા અને પકડી રાખી હતી પરંતુ અપહરણકારોએ યુવતીને ધક્કો મારી પાડી દીધી હતી અન્ય એક એક્ટિવા ચાલકે પણ બોલેરો જીપ વચ્ચે એક્ટિવા આડું કરી દેતા બોલેરો જીપનો ચાલક જીપ રિવર્સ લઈ ધનસુરા રોડ તરફ નાસી છૂટ્યા હતા બોલેરો જીપમાં અપહરણ કરનાર બે શખ્શમાંથી એક યુવકની અગાઉ આ યુવતી સાથે સગાઈ થયા પછી તૂટી જતા યુવતીના પ્રેમમાં પાગલ બનેલ યુવકનો મોહભંગ થતા યુવતીનું અપહરણ કરી તેના પુજારાની મુવાડી ગામે લઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થતા માલપુર પોલીસે અપહરણકર્તા યુવકના ઘરે પહોંચી યુવતીને હેમખેમ છોડાવી માલપુર પોલીસે મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરતા મોડાસા પોલીસે યુવતીની ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી. મોડાસા ટાઉન પોલીસે અજાણયા ત્રણ અપહરણકારો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી