(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
સાયણ ગામના અનેક વિસ્તારમાં ઝાડ અને ઉલ્ટીના રોગે માથું ઉચકતા આદર્શનગર ૧, ૨, ૩ અને રસુલાબાદ વિસ્તારના અનેક લોકો રોગની ઝપેટમાં આવતા સરકારી આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ થતા તંત્ર દોડતું થતું છે. હાલ ૨૦થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે. લગભગ ૬૦થી ૭૦ કેસો નોંધાઇ ચૂક્યા છે.
ઓલપાડ તાલુકાના સાયણ ગામની જનતા પર જાને પનોતી બેઠી હોઈ તેમ ભારે વરસાદમાં લોકોના ઘરોમાં સતત ચાર દિવસ સુધી પાણીનો ભરાવો થવાથી આર્થિક નુકસાનીનો ભોગ બનેલા લોકો હવે રોગચારાની ઝપેટમાં આવતા શારીરિક મુસિબત ઊભી થઈ છે. વરસાદી પાણીના નિકાલ બાદ આદર્શ નગર-૧, ૨, ૩, રસુલાબાદ, ઉસ્માનાબાદ, ઝપાટા નગર, સહારા પાર્ક, ઠાકોર નગર સહિતના વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરો થઈ ફેલાતો રોગ ચારો માથું ન ઉચકે તેનું ધ્યાન રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ -કોઈ વિસ્તારમાં પ્રાથમિક કામગીરી કરવામાં આવી પણ ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના પગલા ન ભરતા લોકોને પીવાનું દૂષિત પાણી આપતા આ વિસ્તારમાં અનેક લોકો ઝાડા-ઉલ્ટીનો શિકાર બનેલા લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ખાનગી દવાખાના અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે જીવન રક્ષા હોસ્પિટલ અંદાજીત ૨૦ જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા આપી રોજ બોલાવી ઈલાજ કરાઈ રહ્યા છે. જ્યારે આથી વધુ લોકો ખાનગી ક્લીનીકોમાં પણ સારવાર લઈ રહ્યા છે.