અમદાવાદ, તા.૧૬
કાલોલ તાલુકાના ચેરાલ ગામની સીમમાં ઝઘડાની અદાવતમાં આઠ જેટલા શખ્સોએ ખેતરમાં પ્રવેશી ખેતીના સાધનો ટ્રેકટર, ઈલે.મીટર, વાયરો તથા પાઈપો સળગાવી નાખતા ચાર જેટલા ખેડૂતોને ભારે નુકસાન પહોંચતા આ અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ હોવાનંુ જાણવા મળેલ છે.
બનાવની વિગત અનુસાર ચેરાલના મુસ્લિમ ફળિયામાં આદમભાઈ પૂજાભાઈ શેખ (ઉ.વ.પપ) રહે છે. જેઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓને અઠવાડિયા અગાઉ ગામના કેટલાક શખ્સો સાથે ઝઘડો થયો હતો. જેથી અદાવત રાખી ગત રાત્રિના સુમારે અમિતકુમાર કનુભાઈ પટેલ, મહિપતભાઈ હરખમભાઈ બારીઆ, કૃષ્ણકુમાર જશવંતભાઈ બારીઆ, ધવલકુમાર સુરેશભાઈ પટેલ, કિશનકુમાર ગણપતભાઈ બારીઆ, સતીષકુમાર બુધાભાઈ બારીઆ, જગદીશભાઈ ભાઈલાલ ઉર્ફે ડેડી, વિજયભાઈલાલ બારીઆ સહિતનાઓએ હાથમાં સળગતા કાકડા, લાકડીઓ તથા કેરોસીનનો કેરબો લઈને આવ્યા હતા અને ઐયુબ કંઈ ગયો કહી ખેતરમાં ઓરડી પાસે મુકેલ ટ્રેકટરની પાઈપો કાપી નાંખી કેરોસીન નાંખી સળગાવી દીધુ હતું નના કૂવાની પાણીની પાઈપો કાપી નાંખી હતી. જ્યારે બાજુમાં આવેલ ઐયુબભાઈ ઈસુબભાઈના ખેતરમાં પાણી કાઢવાનું મશીન તથા પાઈપો સળગાવી નાંખી હતી. ત્યારબાદ યાકુબભાઈ ઈબ્રાહીમભાઈ રશીદભાઈ તથા વસીમ યુનુસભાઈના ખેતરોમાં મીટર, વાયરો, ખેતીના ઓજારો તથા ઓરડીને સળગાવી નાંખી હતી તથા પાણીની પાઈપો તોડી નાંખી હતી તથા ટ્યૂબવેલની પાઈપો કાપી નાંખી હતી તથા પાણીનું મશીન સળગાવી નાખ્યું હતું તથા મીટરનું બોર્ડ તથા પાઈપો કાપી નાખી હતી.
આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આદમભાઈ પૂજાભાઈ શેખ કે ઉપરોકત આઠ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો. કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૯, ૪૩પ, ૪૩૬, ૪૪૭, ૪ર૭ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.