(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૧૦
સોશિયલ મીડિયામાં બાપુ કહીમે માર મારવામાં આવ્યો હોય તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો અંગત ઝગડામાં મારામારીને વર્ગવિગ્રહ કરવાના આશયથી વાયરલ કરવામાં આવ્યો હોવાનું માનીને પોલીસે આઈટી એક્ટ મુજબ એક જ કોમના બે વ્યક્તિ ઝગડાના વીડિયો વાયરલ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
૮મી ઓગસ્ટે બાવળા-બગોદરા હાઈવે સ્થિત એપીએમસી માર્કેટની બાજુમાં ભીખાભાઈ વાઘેલા-બાવળા અને જયંતિ રાઠોડ રહેવાસી ગામ આદરોડા તાલુકો બાવળાએ અંગત કારણોસર મારામારી કરી હતી. બાપુ બોલ તમે કહેવડાવીને ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં તેને ઝેન્ડર એપથી કનુ ચોસલા-બાવળાએ વોટ્‌સએપમાં વાયરલ કર્યો હતો.
વોટ્‌સએપમાં વીડિયો વાયરલ કરનાર કનુ ચાસલાને બાવળા પોલીસે આઈટી એક્ટ અંતર્ગત ધરપકડ કરી હતી. પોલીસે વર્ગવિગ્રહ કરવાની કુચેષ્ઠા કરનારને અટકમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.