નવી દિલ્હી, તા.૧૪
ઝાહીર ખાને કહ્યું, ‘રાહુલ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ કોઈપણ નંબર પર શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તે ટી૨૦ સિરીઝમાં મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.’ કે, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલ અંતિમ વનડે મેચમાં કેએલ રાહુલે શાનદાર સેન્ચુરી ફટકારી હતી.
ઝાહિર ખાને કહ્યું, ‘ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત માત્ર બે ટેસ્ટ મેચ રમવાનું છે. મને લાગે છે કે કેએલ રાહુલને ટીમમાં સ્થાન મળવું જોઈતું હતું. મને આશા છે કે તે ટેસ્ટ ટીમમાં શાનદાર પ્રદર્શન કરશે.” રાહુલને વેસ્ટ ઇન્ડિઝના છેલ્લા ઓગસ્ટ-સપ્ટેમ્બર પ્રવાસ બાદ એક પણ ટેસ્ટ મેચ રમી નથી.