(એજન્સી) મલેશિયા,તા.૭
વિવાદિત ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકે મલેશિયન પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી છે. મુલાકાતના એક દિવસ પહેલા જ શુક્રવારે મલેશિયન પ્રધાનમંત્રીએ ઝાકિર નાઈકને પ્રત્યાપર્ણ કરી ભારત મોકલવાથી ઇન્કાર કર્યો હતો. મોહમ્મદએ કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ અમારા દેશમાં છે ત્યાં સુધી કોઈ મુશ્કેલી ઉભી નથી કરી રહ્યા ત્યાં સુધી તેમનું પ્રત્યાર્પણ નહીં કરવામાં આવશે. જાકિરને મલેશિયાની નાગરિકતા પ્રાપ્ત છે. ગતદિવસોમાં એવી ખબર આવી હતી કે, ઝાકિરને ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. પણ પછીથી વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ ખબર સાચી નથી. ત્યારબાદ જાકીરે પણ પોતાની ધરપકડ અને ભારત આવવાની ખબરોનો ઇન્કાર કર્યો હતો.