(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૬
સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં ગરમીના પારાએ હાહાકાર મચાવ્યો છે. તેમાંયે ધ્રાંગધ્રા ખાતે આજુ-બાજુમા રણ વિસ્તાર હોવાના કારણે ગરમી અને તાપમાનનો પારો વધુ માત્રામાં રહેતો હોવાના કારણે લોકો ગરમીથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહિ એક સપ્તાહમાં ત્રણ લોકોનાં મોત જ્યારે જિલ્લામાં એક જ સપ્તાહમાં છનાં મોત નિપજ્યાની ઘટના ઘટેલ છે. ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે ખેતરમાં મજૂરી કામમાં જતા રાયેલ પરિવારના બાળકને ગરમીના સર્વોચ્ચ પારાને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે રામગઢ ગામે જી.આર.ડી. યુવાનને લૂ લાગવાની ઘટના બનતા યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા આ બંને બનાવ આવેલ છે. જ્યારે ત્રીજા બનાવમાં સાયલા ગામે ખેતરમાં કામ કરતા આધેડ અચાનક ઢળી પડી મૃત્યુ પામ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકામા બે અલગ અલગ બનાવમાં એક સાત વર્ષના બાળક તેમજ એક ગ્રામ રક્ષકદળના જવાનનું મોત નિપજવાની ઘટના બહાર આવેલ છે. ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે રહેતા અને બે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાયમલ ભાઈ આદીવાસીના સાત વર્ષના પુત્ર રાહુલને ગરમીમા ચક્કર આવતા બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવમાં આવ્યો હતો. બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલતમાં જ રાહુલનું મોત નિપજ્યું હતું. જે અંગેની જાણ રાહુલના માતા સુરંગીબેને પોલીસે કરેલ હતી. જ્યારે બીજા બનાવમાં ધ્રાંગધ્રાના રામગઢ ગામે રહેતા અને જી.આર.ડી ગ્રામ્ય રક્ષક દળના જવાન દિપકભાઈ જગજીવનભાઈ છાસીયા લગ્ન પ્રસંગે મેવાણ ગામે ગયા હતા. જે દરમ્યાન લૂ લાગતા રાત્રે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યા મોત નિપજેલ હતું. જે અંગે ગામના રહેવાસી વાલજીભાઈ પુજાભાઈ તાલુકા પોલીસ મથકે જાણ કરી આપી ફરિયાદ નોંધાવેલ આમ ધ્રાંગધ્રામાં સપ્તાહમાં ત્રણનાં મોત અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના સપ્તાહમાં છનાં મોત નિપજવાના ઘટના બનવા પામેલ છે.
ઉપરાંત સાયલા ખાતે લૂ લાગવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. લક્ષ્મણભાઈ વાલજીભાઈ મોંઘરિયા (ઉ.વ.પ૦ વર્ષ) ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે લૂ લાગવાથી ઢબી પડ્યા હતા. સાયલા ખાતે ત્રણ દિવસમાં લૂ લાગવાથી મોતનો આ બીજો બનાવ છે. બે દિવસ પહેલાં એક મહિલાનું લૂ લાગવાથી મોત નિપજ્યું હતું.