સુરેન્દ્રનગર,તા.૩૦
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપકકુમાર મેઘાણી સાહેબની જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ સદંતર દૂર કરવાની સૂચના આધારે આજરોજ એ.ડી.ચાવડા પોલીસ સબ ઈન્સ. લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન પો.સબ.ઈન્સ. શ્રી એ.ડી.ચાવડાને મળેલ બાતમી આધારે લખતર પો.સ્ટેના તલસાણા ગામે બસ સ્ટેન્ડ પાસે મોબાઈલના ટાવરની સામે જાહેર ચોકમાં બે અલગ અલગ રાઉન્ડ કરી જુગાર રમતા કુલ ૧૭ ઈસમો જેમાં ઈશ્વરભાઈ અરજણભાઈ ધરજિયા (ઉ.વ.૪૦) વનરાજભાઈ દેવાભાઈ રોજાસરા (ઉ.વ.૬૫) સહિત ૧૭ ઈસમો (રહે તમામ ગામ તલસાણા, તા.લખતર) વાળાઓને બે અલગ અલગ જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી કુલ રૂા.૧૬૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. જેની આગળની તપાસ ડી.એન.જાડેજા ચલાવી રહ્યા છે. ઉપરાંત ચુડા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ એ.એચ.ગોરી એ મળેલ બાતમી આધારે સ્ટાફ સાથે ચુડા તાલુકાના ખાંડિયા ગામે જુગારની રેઈડ કરી હતી. જેમાં કુલ-૪ આરોપીઓને ઝડપી પાડી રોકડ રૂ.૨૬૩૦/- નો મુદામાલ પકડી પાડેલ અને ચુડા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાવેલ અને આગળની તપાસ જોબાળા ઓ.પી.ના પો.હેડ.કોન્સ એચ.જે.જોગરાણાને સોંપેલ છે.