ફોટોગ્રાફીનો શોખ તો અસંખ્ય લોકોને હોય છે. પરંતુ માઈક હોલીંગસહેડ નામના ફોટોગ્રાફર છેક ૧૯૯૯થી પૃથ્વી પરના સૌથી ખતરનાક આકાશોનો પીછો કરીને કુદરતના રૌદ્ર સ્વરૂપની એટલી સુંદર અને અકલ્પનીય તસવીરો ઝડપે છે કે આંખો ચાર થઈ જાય. પોતાના કેમેરાના લેન્શને તેમણે નેબ્રાસ્કા, લોવા અને ડાકોટાશ જેવા રાજ્યો પર એવી રીતે સ્થિર કર્યા છે કે બેકાબૂ વાવાઝોડાં પણ હાથે દોરેલા ચિત્રની જેમ સ્થિર થઈ જાય. સમંદરના મોજાથી માંડીને ટોર્નેડો અને ત્યાંથી પહાડ જેવા વાદળો જેવા કુદરતી આપત્તિઓને કચકડે મઢવા માટે તેમણે ર૦ હજાર માઈલનો પ્રવાસ કર્યો છે. હોલીંગસહેડે આપણે જોઈને અવાક થઈ જઈએ એવી તસવીરો પોતાની વેબસાઈટ પર મૂકી છે. આ વેબસાઈટ પર તેમણે જે તે ફોટોગ્રાફની ઝીણામાં ઝીણી વિગતો પણ દર્શાવી છે. હવામાનની વિગતથી માંડીને ક્યા સાધનોનો ઉપયોગ કર્યો છે તે પણ દર્શાવ્યું છે. અહીંયા એમની ચુનંદી તસવીર પ્રસિધ્ધ કરી છે.