(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
કોલગેટ કે કોલસા કાંડ તરીકે ચર્ચિત કોલ બ્લોક ફાળવણીમાં કરોડોની હેરાફેરીના આરોપસર ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડ સહિત ચાર વ્યક્તિઓને સીબીઆઈની વિશેષ અદાલતે દોષિત ઠરાવ્યા છે. ડૉ.મનમોહનસિંગની યુપીએ-ર સરકાર સમયે ૧.૮૬ લાખ કરોડના આ કોલસા કૌભાંડનો પર્દાફાશ કેગના અહેવાલમાં થયો હતો. જે ભ્રષ્ટાચારનું સૌથી મોટું કૌભાંડ હતું. ડૉ.મનમોહનસિંગે આ કૌભાંડ બહાર પડ્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ દોષિત હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છે. આ બહુચર્ચિત કૌભાંડે કોંગ્રેસને સત્તા પરથી બહાર કરી. કેવી રીતે શરૂ થયું ? ૧૯૯૩થી ર૦૧૦ વચ્ચે ૧૯૪ કોલસાના બ્લોક સિંગરેની કંપની (એસસીસીઆઈ)ને ફાળવાયા હતા. કેગના રિપોર્ટમાં આ ફાળવણી સામે ભ્રષ્ટાચાર અને કંપનીને ૧૦.૭ કરોડનો ફાયદો કરાવવાનો આરોપ લાગ્યો હતો. સીબીઆઈ તપાસ ત્યારબાદ આ કૌભાંડ અંગે કેગના રિપોર્ટ પછી સીબીઆઈ તપાસ અપાઈ હતી. ભાજપના હંસરાજ આહિરને પ્રકાશ જાવડેકરના આરોપ બાદ સીબીઆઈ તપાસ શરૂ થઈ હતી. ત્યારબાદ કોલ મંત્રાલયે ૮૦ કોલસાની ખાણો પરત લીધી અને ૪ર કેસોમાં ગેરંટીને સમાપ્ત કરી. સંસદના ટેબલ પર કેગનો અહેવાલ મૂકાયો. આ કાંડની સીબીઆઈ તપાસ માટે સરકારે હુકમ આપ્યો. કેગના અહેવાલમાં સરકારને ૧.૮૬ લાખ કરોડના નુકસાનની વિગતો બહાર આવી. સુપ્રીમકોર્ટમાં જાહેરહિતની આ મુદ્દે અરજી થઈ અને ૧૯૪ કોલ બ્લોક રદ કરવાની માગણી થઈ. સીબીઆઈને આ તપાસની વિગતો સરકારને નહીં આપવાની સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો. એપ્રિલ ર૦૧૩માં સંસદના ટેબલ પર કોલસા મંત્રાલયનો અહેવાલ રખાયો. જેમાં ૧૯૯૩થી ર૦૦૮ સુધીમાં કોલસાની ખાણોની ફાળવણી ખોટી રીતે કરાઈ હોવાનું જણાવાયું. જે ખાણોમાં ઉત્પાદન શરૂ થયું હોય તેને રદ કરવાની ભલામણ કરાઈ. કોલ બ્લોક ફાળવણી રદ કરાઈ સીબીઆઈ તત્કાલિક ડાયરેકટરે સુપ્રીમકોર્ટને કહ્યું કે, કાનૂન મંત્રી અશ્વિનીકુમાર સાથે તપાસના અહેવાલની આપ-લે થઈ છે તે સમયે સીબીઆઈના ડાયરેકટરે હોદ્દો છોડયો. વિશેષ અદાલતો બનાવાઈ… સુપ્રીમકોર્ટે તમામ કોલ કાંડની તપાસનો ખટલા ચલાવવા વિશેષ સીબીઆઈ કોર્ટની રચનાનો આદેશ આપ્યો. સુપ્રીમકોર્ટે ર૧૪ તમામ કોલ બ્લોક ફાળવણી રદ કરી. રદ કરાયેલ ર૧૪ બ્લોકની પુનઃ હરાજી કરવા સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો. મધુ કાંડ સામે તહોમતનામું વિશેષ સીબીઆઈ અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંગની પૂછપરછ માટે તેડુ મોકલ્યું. પરંતુ સુપ્રીમકોર્ટે મનાઈ હુકમ આપ્યો. એપ્રિલ ૧પમાં સીબીઆઈએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા સામે તહોમતનામું કોર્ટમાં રજૂ કર્યું. પૂર્વ કોલસા રાજ્યમંત્રી હેસારી નારાયણ રાવ અને ૧૩ બીજાઓ સામે પણ તહોમત મૂકાયા. કોડા સહિત ૯ને જામીન મળ્યા. કોડાએ ડૉ.મનમોહનસિંગને કોલસા કાંડમાં કોર્ટમાં બોલાવવા કરેલ અરજીનો સીબીઆઈએ વિરોધ કર્યો. સીબીઆઈએ કોડા સહિત બીજાઓ સામે આરોપ તય કર્યા. જેમાં રાજહરા નોર્થ કોલ બ્લોક કોલકાતાની વીની આયર્ન સ્ટીલને ખોટી રીતે ફાળવવાનો આરોપ મૂકાયો. ત્યારબાદ કોર્ટ સુનાવણી બાદ કોડા અને બીજા ૩ને દોષિત ઠરાવી ગુરૂવારે સજાની જાહેરાત કરશે.