(એજન્સી) તા.૮
રંગભેદવિરોધી અભિયાનના હીરો ગણાતા નેલ્સન મંડેલાના પૌત્રએ હવે ઈઝરાયલી રંગભેદ અને ભેદભાવની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે દક્ષિણ આફ્રિકીઓ તથા પેલેસ્ટીની નાગરિકો સાથે ઈઝરાયલ દ્વારા કરાતા વર્તન અંગે ભારે પ્રતિક્રિયા આપતાં ઈઝરાયલને આડેહાથ લીધો હતો.
ઝ્‌વેલિવિલેલે મંડેલા જે સત્તાધારી આફ્રિકન નેશનલ કોંગ્રેસના સાંસદ છે તેમણે શનિવારે આ મામલે ટિપ્પણી કરી હતી. લંડનમાં આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ પેલેસ્ટાઈન એક્સ્પોમાં સંબોધન કરતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમાં પેલેસ્ટાઈનના ઈતિહાસ, ઐતિહાસિકતા અને સંસ્કૃતિની ઝાંખી બતાવવાનો પ્રયાસ કરાયો હતો. ગત વર્ષે આ કાર્યક્રમમમાં લગભગ ૧૫,૦૦૦થી વધુ મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા.
જોકે એક મોટા સમૂહને સંબોધતાં મંડેલાએ કહ્યું હતું કે નેશનલ સ્ટેટ લૉ ૨૦૧૮માં પસાર કરાયો હતો જેમાં ઈઝરાયલને એક યહૂદી દેશ તરીકે જાહેર કરાયો હતો. તેનાથી પુષ્ટી થઈ કે અમે એક સાચા પાત્ર છીએ અને ઈઝરાયલની વાસ્તવિકતા શું છે. ઈઝરાયલ એક રંગભેદ ચલાવતો અને ભેદભાવ કરનારો દેશ છે.
તેમણે કાળા દક્ષિણ આફ્રિકીઓ માટે એક અલગ બંતુસ્તાનની રચના કરવાની પણ આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે અમારા સમુદાયના લોકોની સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. ઈઝરાયલે પોતાને યહૂદી દેશ તરીકે જાહેર કરીને જ પોતાને ભેદભાવ કરનારો સાબિત કરી દીધો છે. તેણે બિન યહૂદીઓને દેશના દ્વિતીય કેટેગરીના નાગરિકો જાહેર કરી દીધા છે. અથવા તેમને વિદેશી ધરતી પર જન્મેલા ગણાવી દીધા છે.