(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડીમાં આવેલ સત્યમ ફાઉન્ડેશન યોગના સંચાલક અને યોગગુરુ પ્રદિપએ અન્ય સાધકો દ્વારા કડક ઉઘરાણીના ત્રાસથી કંટાળી સાત પાનાની સ્યુસાઇડ નોટ લખીને જંતુનાશ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખાતે પ્રદિપ પાછલા સાત વર્ષથી નિઃશુલ્ક સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશન ભાડાની જગ્યા પર શિબીર કરતા હોવાથી પ્રદિપએ પોતાના અન્ય સાધકો સાથે મળી પોતાની જગ્યા લેવાનું નક્કી કર્યું હતું. આ જગ્યા લેવા માટે અન્ય સાધકો પાસેથી રૂપિયા ભેગા કરી ધોરણ પારડી પાસે જગ્યા લીધી હતી. બાદમાં સાધકો દ્વારા રૂપિયાની કડક ઉઘરાણી કરી અમને દાબ દબાણ કરી અમારા ચારિત્રયને લઇને ખોટા મેસેજો પણ ફેલાવતા હોવાનું પ્રદિપની પત્નીએ જણાવ્યું હતું. આખરે પ્રદિપએ અન્ય સાધકોના કંટાળી સાત પાનાની સ્યુસાઇડ નોટ લખી જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. સ્યુસાઇડ નોટમાં ૧૦ અન્ય સાધકોના નામ હોવાનું જાણવા મળે છે.
વધુમાં અન્ય સાધકે જણાવ્યું હતું કે પ્રદિપનો આત્મહત્યાનો પ્રયાસ એક સ્ટંટ છે રૂપિયા આપવા ના પડે તે માટે. સાધક દ્વારા એક કરોડ રૂપિયા ચાર મહિના પહેલા આપ્યા હતા જે દિવાળીએ પરત આપવાના હતા. પરંતુ રૂપિયા આપતા નહોતા. વગર વ્યાજે રૂપિયા આપ્યા હતા. દરેક સાધકે પોત પોતાના રૂપિયા આપ્યા હતા. જે પ્રદિપ પરત કરતા ન હતા.