માળીયામિંયાણા, તા. ર૯
મોરબી સરકારી હોસ્પિટલમાં માળીયામિંયાણા નજીક સુરજબારી પાસે ચેરીયા વાંઢ વિસ્તારમાં વસવાટ કરતા ૧૪ જેટલા પરિવારોને ઝેરી મેલેરિયાની અસર થઇ હતી. જેમાં આઠ લોકોને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં મોટે ભાગે નાના બાળકોનો સમાવેશ થાય છે. સામખીયારીના ચેરીયા વાંઢ વિસ્તારમાં ૧૪ પરિવારોને ઝેરી મેલેરિયાની અસર થયાની જાણ થતા આરોગ્ય ટીમમાં દોડધામ મચી ગઈ હતી અને આરોગ્ય ટીમ રાપર દ્વારા દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો જૂના કટારીયા પીએચસીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો જયારે મેલેરિયાની અસરને પગલે જાયદ પીરમામદ ઉ.વ.૧૫ અમીનાબેન ઈશાભાઈ ઉ.વ.૬૦ અસગર રહીમ ઉ.વ.૨૦ આસમીન પીરમામદ ઉ.વ.૨૦ સાકીર સલીમ ઉ.વ.૧ રહે બધા ચેરીયા વાંઢ વિસ્તાર વાળાઓને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા તેમજ માળીયાથી ઈદ ચેરીયા વાંઢમાં ગયેલ શકુરા મુરાદ મોવર ઉ.વ.૨૫ સુજાના મુરાદ મોવર ઉ.વ.૩ અને સમીના મુરાદ મોવર ઉ.વ.૫ ને પણ ઝેરી મેલેરીયાની અસર થતાં મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે ઝેરી મેલેરીયાના ૨૦માંથી આઠ કેસને વધુ સારવાર અર્થે મોરબી ખસેડી સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.