દુબઇ, તા.૧૯
આઈસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે, ત્યારબાદ આ દશેના ક્રિકેટરોની કારકિર્દી ઉપર પણ ખતરો ઊભો થયો છે. ટીમના ખેલાડીઓએ તેને અનેક ક્રિકેટરોની કારકિર્દીનો અંત કરાર કર્યો છે તો કેટલાકે એવું કહીને દુઃખ વ્યક્ત કર્યુ છે કે તેઓ આ રીતે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા નહોતા કહેવા માંગતા.
મૂળે, આઈસીસીએ આ નિર્ણય ઝિમ્બાબ્વે સરકાર દ્વારા ત્યાંના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યા બાદ લીધો છે. આઈસીસીએ કહ્યું કે ઝિમ્બાબ્વે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો માહોલ તૈયાર કરવા અને ક્રિકેટના પ્રશાસનમાં સરકારની દખલને દૂર રાખવામાં નિષ્ફળ રહ્યું છે.
આઈસીસીના આ પગલાને લઈ ઝિમ્બાબ્વેના ક્રિકેટરો ઘેરા શોકમાં છે. ટીમના સિનિયર ખેલાડી સિકંદર રઝાએ કહ્યું કે કેવી રીતે એક નિર્ણય અનેક લોકોને બેરોજગાર કરી દે છે. કેવી રીતે એક નિર્ણયની અસર અનેક પરિવારો પર પડે છે. વિકેટકિપર બેટ્‌સમેન બ્રેન્ડર ટેલરે પણ ટિ્‌વટર પર આઈસીસીના આ નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યુ.
આઈસીસી દ્વારા ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવાના નિર્ણયની અસર આમ તો આ દશેના સમગ્ર ક્રિકેટ માળખા પર પડી છે. પરંતુ તેની સૌથી વધુ અસર તે ૩૦ ખેલાડીઓ અને તેમના પરિવારો પર થશે, જે દેશ માટે હાલમાં જ મેદાનમાં ઉતર્યા છે. તેમાંથી ૧૫ ખેલાડીને બોર્ડના કોન્ટ્રાક્ટ મેળવનારા ક્રિકેટરો સામેલ છે. આ નિર્ણયથી ઝિમ્બાબ્વેના આ ૩૦ ખેલાડીઓની કારકિર્દી પણ દાવ પર લાગી ગઈ છે. સિંકદર રઝાએ તો આ નિર્ણયથી દુઃખી થઈને સંન્યાસની જાહેરાત કરી દીધી છે સિંકદે ઝિમ્બાબ્વે માટે ૧ર ટેસ્ટ, ૯૭ વન-ડે અને ૩ર ટવેન્ટી-ર૦ મેચ રમી છે.