સેન્ટ જોન્સ, તા.૪
વેસ્ટઈન્ડિઝે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી તેજ ૧પ ખેલાડીઓએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ અને પાંચ મેચોની વન-ડે સિરીઝ રમી હતી. બન્નેમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો જો કે એકમાત્ર ટ્‌વેન્ટી-ર૦ મેચ જીતી હતી. વેસ્ટઈન્ડિઝની ટીમ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ બે ટેસ્ટ અને ઝિમ્બાબ્વે ‘એ’ વિરૂદ્ધ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે.
ટીમ : હોલ્ડર (કપ્તાન) બ્રેથવેટ, બિશૂ , બ્લેકવુડ, ચેસ, કમિન્સ, ડોરિચ, ગૈબ્રિયલ, હેટમયેર, કાઈલહોપ, શાઈ હોપ, જોસેફ, કીરાન પાવેલ, રેફર, રોચ.